માર્કેટ કેપ.ની દ્રષ્ટિએ ભારત વિશ્વના ટોચના દસ બજારોમાં ચૂંટણીના પરિણામો બાદ

Gayatri Business Solution

(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Gujarat Samachar News

માર્કેટ કેપ.ની દ્રષ્ટિએ ભારત વિશ્વના ટોચના દસ બજારોમાં

ચૂંટણીના પરિણામો બાદ

ઓસ્ટ્રેલિયા કરતા પણ ભારતની લિસ્ટેડ કંપનીઓનું મૂલ્ય ઊંચુ ઃભારત ટોચના પાંચ દેશોમાં સૃથાન મેળવશે

મુંબઈ,ગુરૃવાર

ચૂંટણીના પરિણામો બાદ ભારતીય શેરબજારમાં આવેલી રેલીને પગલે ભારતની લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ વધીને ૧.૫૦ ટ્રિલિયનની નજીક પહોંચી ગઈ છે અને ટોચની દસ વૈશ્વિક બજારોમાં તેને ૧૦મું સ્થાન મેળવ્યું છે. ભારતે ઓસ્ટ્રેલિયાને માત કરી આ સ્થાન મેળવ્યું છે.૨૦૧૪માં ભારતીય બજારની માર્કેટ કેપ  અત્યારસુધીમાં ૨૫.૧૦ ટકા વધીને ૧.૪૩ ટ્રિલિયન થઈ હોવાનું એક રિસર્ચ પેઢીએ જણાવ્યું હતું.

ભારતની કંપનીઓનું મૂલ્ય ઓસ્ટ્રેલિયાની કંપનીઓ કરતા વધી ગયું છે. ઓસ્ટ્રેલિયન કંપનીઓનું મૂલ્ય ૧.૪૦ ટ્રિલિયન ડોલર છે. બજારમાં રેલીની વર્તમાન ગતિ જળવાઈ રહેશે તો એ દિવસ દૂર નથી કે ભારત ટોચના પાંચ દેશોમાં સ્થાન મેળવશે. આગામી એક વર્ષમાં ભારતીય કંપનીઓની માર્કેટ કેપ વધીને ૧.૬૦ ટ્રિલિયન થવાનો બ્રોકરેજ હાઉસો અંદાજ મૂકી રહ્યા છે.

હાલની યાદી પ્રમાણે સ્વીત્ઝરલેન્ડનું સ્થાન માર્કેટ કેપની દ્રષ્ટિએ નવમું છે જ્યારે ઓસ્ટ્રેલિયાનું ૧૧મું છે.  રોકાણકારો ભારતના ભાવિ અર્નિંગ્સ તથા વિકાસ માટે આશાવાદી બન્યા છે અને સારા વેલ્યુએશન સતત ઝડપી રહ્યા છે. નવી સરકારના પ્રથમ બજેટ તથા ચોમાસુ સારુ રહેશે તો બજારને વધુ વેગ મળવાની પણ રોકાણકારો અપેક્ષા રાખી  રહ્યા છે. રૃપિયામાં મજબુતાઈને કારણે પણ કંપનીઓના મૂલ્યમાં વધારો થઈ રહ્યો છે. પછી ભલે તેના શેર ભાવ ન વધે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોના સતત ઈનફ્લોને કારણે રૃપિયામાં મજબુતાઈ આવી રહી છે. ગયા વર્ષના સપ્ટેમ્બરમાં જ્યારથી ભારતીય જનતા પક્ષે નરેન્દ્ર મોદીને વડા પ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા હતા ત્યારથી વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય સિક્યુરિટીઝ માર્કેટમાં રૃપિયા એક લાખ કરોડ ઠાલવ્યા છે.

 સ્થિર સરકાર આર્થિક સુધારા આગળ વધારી શકશે એવી અપેક્ષાએ વિદેશી રોકાણકારો જંગી રોકાણ કરી રહ્યા છે.  ચૂંટણીના પરિણામ ધાર્યા કરતા સારા આવતા એફઆઈઆઈના ઈનફલોમાં હજુ વધારો થવાની ધારણાં રખાઈ રહી છે. જુન-જુલાઈમાં મોદી સરકાર જ્યારે પોતાનું પ્રથમ બજેટ રજુ કરશે ત્યારે આર્થિક સુધારા યોજના પર પ્રકાશ પડશે અને અર્થતંત્રને વેગ આપવા  તેમની આર્થિક નીતિનો પણ અંદાજ મળી રહેશે.

મોરગન સ્ટેનલીનો રિપોર્ટ પણ ભારતીય કંપનીઓની અર્નિંગ્સમાં વધારો થવાની વાત કરે છે. સેન્સેકસ કંપનીઓ ઉપરાંત મિડ-કેપ સ્ટોકસમાં આવેલા ઉછાળાએ પણ સ્થિતિને સુધારી છે. આવનારા દિવસોમાં આ સ્ટોકસની કામગીરી પણ સારી રહેવાની વિશ્લેષકો ધારણાં રાખી રહ્યા છે જે સ્થિતિમાં વધુ સુધારો કરવામાં મદદરૃપ બની શકશે.

વિશ્વના શેરબજારોનું માર્કેટ કેપિટલાઈઝેશન

દેશ માર્કેટ કેપ. વિશ્વના માર્કેટ ફેરફાર (ટકામાં)
(ટ્રીલીયન ડોલરમાં) કેપ.મા હિસ્સા માસિક ધોરણે વાર્ષિક ધોરણે
(ટકાએ)
વિશ્વ ૬૨.૭૦ ૧૦૦ -૦.૩ ૧.૦૪
યુનાઇટેડ સ્ટેટ ૨૨.૩૧ ૩૫.૫૮ -૦.૬૯ ૦.૧૩
જાપાન ૪.૨૭ ૬.૮૧ -૦.૭ -૭.૧૪
યુ.કે. ૪.૦૩ ૬.૪૩ ૧.૮૧ -૦.૧૨
હોંગકોંગ ૩.૪૦ ૫.૪૩ -૧.૬૫ -૪.૦૬
ચાઈના ૩.૧૫ ૫.૦૨ -૬.૫૯ -૬.૩૧
ફ્રાન્સ ૨.૨૫ ૩.૫૯ -૦.૪૨ ૫.૧૫
કેનેડા ૨.૨૦ ૩.૫૨ ૧.૦૭ ૩.૧૩
જર્મની ૧.૯૬૮ ૩.૧૬ -૧.૫૪ -૨.૩
સ્વિત્ઝર્લેન્ડ ૧.૬૧ ૨.૫૭ ૧.૫૬ ૫.૮૯
ભારત ૧.૪૩ ૨.૨૭ ૧૩.૧૨ ૨૫.૧૧
ઓસ્ટ્રેલિયા ૧.૪૦ ૨.૨૪ -૧.૯૮ ૬.૭૯
બ્રાઝિલ ૧.૦૩ ૧.૬૪ ૧.૪૨ ૫.૬૮
સ્પેન ૦.૮૩ ૧.૩૩ ૧.૦૬ ૭.૫૨
મેક્સિકો ૦.૪૯ ૦.૭૭ ૨.૬૩ ૩.૧૪
ચિલી ૦.૨૬ ૦.૪૧ -૦.૦૯ -૨.૬૧

Source :-http://gujaratsamachar.com/index.php/page/business

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD – DVD etc…

   More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com

Published By :-

Gayatri Solution Group

{ Jayesh Patel} (Live In :- Gujarat)

Website :- http://gayatrisolutiongroup.com/

Website :- https://sites.google.com/site/gayatrisolutiongroup/

Blog :- http://gayatrisolutiongroup.blogspot.in/

Email :- inquiry.gsg13@gmail.com

Leave a comment